Azadi Ka Amrut Mahotsav: વિવિધ કાર્યક્રમો સાથે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાયો, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા અમદાવાદ એયરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમ પર પહોંચ્યા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીજીને નમન કરીને સુતરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 75 અઠવાડિયા સુધી ચાલનારા આ અમૃત મહોત્સવની પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.. આઝાદી કા અમૃત મહોત્સવમાં સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી યાત્રાને લીલી ઝંડી આપી હતી.




















