Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસ દરમિયાન યોજાનારી આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થવાના છે. ત્યારે તેઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. કોન્સર્ટમાં સ્થાનિક પોલીસની સાથે એક NSG કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.. સાથે જ સ્ટેડિયમમાં 270 સીસીટીવી કેમેરા લાગ્યા છે. જેનાથી નજર રાખવામા આવશે. તો 7 કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ રાખી પણ તૈનાત રાખવામા આવશે..તો દર્શકો મફત પાણીની વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરાયો છે...જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે. 15 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઈ છે...અને BRSTD અને મેટ્રો ટ્રેનની ફ્રિકવાન્સી વધારવામાં આવશે. ટ્રાફિકમાં 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
