Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર
અમદાવાદના નરોડામાં મંદિરના મહંતે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા. કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ વહેલી સવારે મંદિરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું. મૃતક મહંતના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી. જે સુસાઈડ નોટમાં મહંતે છેલ્લા ચાર વર્ષથી મંદિરને બચાવવાની લડાઈમાં પોતાના જ પારકા સાથે મળી તેમના વિરૂદ્ધ ઉભા હોવાનો ઉલ્લેખ કર્યો. મહંતની આત્મહત્યા પાછળ પરિવારજનોએ મહાનગરપાલિકા, સરદારનગર પોલીસ અને પાર્કર નામના બિલ્ડર પર લગાવ્યા ગંભીર આરોપ. મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતા દબાણને લીધે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો. પરિવારજનોનો આરોપ છે કે છેલ્લા ચાર વર્ષથી મહાનગરપાલિકા, બિલ્ડર અને પોલીસ વારંવાર આ મંદિર પરિસર ખાલી કરવા હેરાન પરેશાન કરતા. બિલ્ડરના કહેવાથી પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો.
મહંતની આત્મહત્યા મુદ્દે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મંદિર પહોંચ્યા. મૃતક મહંતના પરિવારજનોને સાંત્વના પાઠવી વાતચીત કરી એટલુ જ નહીં.. મંદિરની મુલાકાત લઈ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો પણ કર્યા.
મહંતની આત્મહત્યા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તે તો યોગ્ય તપાસ બાદ જ બહાર આવશે.આ અંગે પોલીસે નિવેદન આપતા કહ્યું કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી મહાનગરપાલિકા ઘણીવખત બંદોબસ્ત માગે છે.. પોલીસની ભૂમિકા ફક્ત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવાની હોય છે.. પોલીસ કોઈને ધાકધમકી આપતી નથી.. જે આરોપો કરવામાં આવ્યા છે તે સાચા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે..
















