Thaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતી
Thaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતી
અમદાવાદના થલતેજમાં કારથી બે મહિલાને ઉડાવનાર આરોપીના માતાનું દર્દ એબીપી અસ્મિતા પર છલકાયું છે. તેની માતાએ કહ્યું કે, દીકરા કાંતો સુધરી જા કાંતો ભગવાનના ઘરે જતો રહે.. હાથ જોડીને માતાએ વિનંતી કરી છે એ પણ રડતા રડતા.. માતાએ કહ્યું કે, દિકરીના આ કરતૂતથી અમને પણ શરમ આવે છે..પાંચમી ડિસેમ્બરે કાર ચાલકે ગુલાબ ટાવર નજીક બે મોપેડ ચાલક મહિલાઓને ફંગોળી નાંખી હતી... ટક્કર એટલી હદની જોરદાર હતી કે બન્ને મહિલાઓ 20 ફુટ સુધી ફંગોળાઈ ગઈ હતી..
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુલાબ ટાવર નજીક થારના ચાલકે બેફામ રીતે ડ્રાઈવિંગ કરી એક્ટિવા સવાર બે મહિલાઓને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ રસ્તા પર 20 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા થારના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે