Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ ચરમસીમા પર.. શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે.. પૂર્વ મેયર ભરત બારડ શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા હતા.. ત્યારે જ રોકતા પૂર્વ મેયર ભરત બારડ અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ. ટિકિટ વહેચણીમાં પારદર્શિતાનો અભાવ હોવાનો પૂર્વ મેયર ભરત બારડે આરોપ લગાવ્યો. એટલુ જ નહીં.. લોહીના સંબંધો ધરાવતા હોય અને શહેર સંગઠન સાથે નજીક હોય તેવા લોકોને પ્રાથમિકતા આપી ટિકિટ અપાતી હોવાનો ભરત બારડે આરોપ લગાવ્યો. છેલ્લા 40 વર્ષથી પક્ષના પાયાના કાર્યકર્તા હોવા છતા અવગણના થતી હોવાનો આરોપ લગાવી ભરત બારડે પ્રદેશ સંગઠનને ફરિયાદ પણ કરી.

















