Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત નીપજ્યું છે. વોકળાના કાંઠે પગ લપસ્તા વૃદ્ધા પાણીમાં ગરકાવ થયા. આસપાસના રહીશો વૃદ્ધાને સારવાર માટે લઈ ગયા. તબીબોએ 110 વર્ષના વૃદ્ધાને મૃત જાહેર કર્યા. મળતી વિગતો પ્રમાણે કેશોદમાં 110 વર્ષના અસક્ત વૃદ્ધાનું વોકળાં કાંઠે પગ લપસી જવાથી મોત. વૃદ્ધા ઉતાવળિયા વોકળા કાંઠે કુદરતી હાજતે ગયાં ત્યારે પગ લપસી જવાની બની ઘટના. વૃધ્ધાનો પગ લપસ્યાં બાદ છિછરા પાણીમાં થયાં હતાં ગરકાવ. પાડોસીઓને જાણ થતાં વૃદ્ધાને બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડાયાં . ફરજ પરના તબીબે વૃદ્ધાનું મોત કર્યું જાહેર. પોલીસની પ્રાથમીક તપાસમાં વૃદ્ધાના શરીર પર કોઈ ઇજાના નિશાન ન હોવાનું મળ્યું જાણવા. મરણજનાર વૃધ્ધાનું નામ મેણીબેન વા/ઓ બચુભાઈ ડાકી હોવાની મળી વિગત. વૃદ્ધા વર્ષોથી કેશોદ શહેરના ઉતાવળિયા વોકળા કાંઠે આવેલ રહેણાંક મકાનમાં ઓશિયારુ જીવન વ્યતિત કરતા હતાં. વહેલી સવારના વૃદ્ધા કુદરતી હાજતે જતાં બની હતી અકસ્માતની ઘટના. વૃધ્ધા છિછરા પાણીમાં જ ગરકાવ થાય તે પહેલાં અસક્ત શરીરના કારણે મોત થયાનું પોલીસનું અનુમાન. એકલાં રહેતાં વૃધ્ધાના મોતના પગલે દુરના સગાં સબંધી પરીવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો. પોલીસે પોસ્ટ માર્ટમ સહીતની ધોરણસર કાર્યવાહી હાલ હાથ ધરી વધુ તપાસ શરૂ.



















