(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita
Gujarat Rain Data | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા આંકડાઓ હવામાન વિભાગે જાહેર કર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમા સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઈંચ, નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં ચાર ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા ચાર ઈંચ, સુરતના મહુવામાં પોણા ચાર ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં ત્રણ ઈંચ, પંચમહાલના ગોધરામાં ત્રણ ઈંચ, સુરતના પલસાણામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.