Ambalal Patel prediction: ગુજરાતમાં જૂૂન મહિનાની આ તારીખે વરસાદ ભુક્કા બોલાવશે!
'12મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન...' હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના વાતાવરણમાં પલટો આવશે. 70 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને સારો વરસાદ વરસશે..
12 જુનથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું. જુન મહિનામાં સમગ્ર રાજ્યમાં વરસશે સારો વરસાદ. આ અનુમાન વ્યક્ત કર્યુ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 10 જુન આસપાસ સિસ્ટમ બનવાની પરંતુ એ સિસ્ટમની ગુજરાતમાં ઓછી અસર થવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના હવામાનમાં પલટો આવશે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી શકે છે.. સાથે જ 70થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી.





















