બનાસકાંઠાઃ કોરોનાના દર્દીને ઓક્સિજન પરથી હટાવી ઘરે લઇ ગયા, ભૂવા પાસે સારવાર કરાવતા દર્દીનું મોત
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બનાસકાંઠાના ડિસાનો હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ભુવો કોરોનાગ્રસ્ત આધેડની વિધી કરીને સારવાર કરી રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીને તેના પરિવારજનો પહેલા તો ઓક્સિજન પરથી હટાવીને હોસ્પિટલથી ઘરે લાવીને કચ્છથી ભુવો બોલાવ્યો અને ભુવા પાસે વિધી કરાવીને કોરોનામાંથી આધેડે મુક્તિ અપાવવા માટે વિધી કરાવવામા આવી.. આ પાંખડી ભુવો પણ લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતો રહ્યો.. અને વિધીના નામે ક્યારે કોરોનાગ્રસ્ત દર્દીની છાતી પર પગ મુકતો.. ક્યારેક ગળે લગાવતો.. તો ધુમ્રપાન કરીને વિધી કરતો.. વાયરલ વીડિયો સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.. જો કે એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.. પરંતુ આવા વાયરલ વીડિયોની ટિકા જરૂર કરે છે.. ધાર્મિક આસ્થાનું પુરૂ સન્માન છે.. પરંતુ આવી અંધશ્રદ્ધા કેટલી યોગ્ય..





















