Ambaji Bhadarvi Poonam 2025: અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખથી વધુ ભક્તો કરશે દર્શન
Ambaji Bhadarvi Poonam 2025: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ આજે માતાજીના રથને દોરીને મેળા નો પ્રારંભ કરાવ્યો. સાત દિવસ માટે યોજાનાર ભાદરવી પૂનમના મહા મેળામાં સાત દિવસ માં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવાનો વહીવટી તંત્ર નો દાવો છે.આજથી અંબાજી મંદિરના દર્શનનો સમય બદલાયો છે.
સવારે છ થી સાડા છ કલાક સુધી આરતી થશે. સવારે 6:00 થી 11:30 કલાક સુધી દર્શન થશે. 11:30 થી 12:30 સુધી દર્શન બંધ રહેશે. 12:30 થી 5:00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. પાંચથી સાત કલાક સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે સાંજે 7:00 થી રાત્રિના 12 કલાક સુધી દર્શન કરી શકાશે અને રાત્રે 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.
ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ ને લઇ અને બપોરે 12:30 કલાક સુધી દર્શન કરી શકાશે, આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સજ્જ કરાઈ છે. બનાસકાંઠામાં ભાદરવી પૂનમ મહા કુંભનો આજથી પ્રારંભ થયો છે. કલેક્ટર અને મંદિરના ચેરમેને મેળાનો પ્રારંભ કરાવ્યો છે.

















