Kheda food poisoning Case: ખેડાના સિંજીવાડામાં ફૂડ પોઈઝનિંગને લઈ મોટો ધડાકો
ખેડાના માતરના સિંજીવાડામાં લગ્ન બાદ ફૂડ પોઈઝન માટે દૂષિત પાણી જવાબદાર હોવાનો ખુલાસો. જિલ્લાના માતરના સિંજીવાડામાં 14 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવાની ઘટના સામે આવી હતી. આ પ્રસંગમાં હાજર રહેલા મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લીધાના થોડા જ સમયમાં ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો 250ને પાર કરી ગયો. ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આગેવાની હેઠળ તપાસ તેજ કરવામાં આવી. શરૂઆતમાં આ ફૂડ પોઈઝનિંગ પાછળ ભોજનમાં પીરસવામાં આવેલી વાનગીઓ જવાબદાર હોવાનું મનાતું હતું.. વિભાગે ગાજરનો હલવો, આઈસ્ક્રીમ અને પીવાના પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ્સને અમદાવાદની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે આ લેબ રિપોર્ટ જાહેર થયો છે.. જેમાં ખુલાસો થયો કે આ ધટના માટે દૂષિત પાણી જવાબદાર છે. જમણવારની વાનગીઓ પણ દૂષિત પાણીથી બનાવવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે... પાણીના નમૂનામાં ઈ-કોલાઈ નામના જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે... વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈ-કોલાઈ બેક્ટેરિયા ત્યારે જ જોવા મળે છે જ્યારે પીવાના પાણીમાં માનવ મળ કે ગટરના નિકાસનું પાણી ભળતું હોય... આ બેક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશતા જ પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિ સર્જે છે...ગામના સરપંચ મુજબ... પંચાયત તરફથી અપાતું પાણી શુદ્ધ છે... પરંતુ ગામના પરા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ તરફથી જે લાઈનમાં પાણી આપવામાં આવે છે તેમાં ક્ષતિ છે..




















