શોધખોળ કરો
વલસાડના દરિયાકિનારે મળ્યા પાંચ મૃતદેહ, મુંબઇના જહાજના ક્રુ મેમ્બર હોવાની આશંકા
વલસાડ જિલ્લાના તિથલ અને ડુંગરીના દરિયા કિનારેથી પાંચ મૃતદેહ તણાઈ આવ્યા હતા. વલસાડ પોલીસને આશંકા છે કે વાવાઝોડા વખતે મુંબઈ નજીક દરિયામાં એક જહાજ ડૂબી જવાની ઘટના બની હતી તેના ક્રૂ મેંબરોના મૃતદેહો હોઈ શકે. વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના દરિયાકિનારે ત્રણ જેટલા મૃતદેહ તણાઈ આવ્યા હતા. જેમાં 2 મૃતદેહો લાઈફ જેકેટ સાથે અને 1 મૃતદેહ લાઈફ જેકેટ વિના મળી આવ્યો હતો. તો અન્ય એક મૃતદેહ ડુંગરી નજીકથી અને અન્ય એક નાની ભાગલ ગામેથી મળી આવ્યો હતો. જેને લઇને વલસાડ પોલીસને જાણ કરતા વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ




















