Sabarkantha Harnav River | સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
યલો એલર્ટની વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ.. વિજયનગરમાં સવા બે ઈંચ વરસાદ. તો વડાલીમાં દોઢ ઈંચ, તો ખેડબ્રહ્મા અને પોશીનામાં ધોધમાર એક એક ઈંચ વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદથી વડાલી શહેર અને નાદરી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય.. તો ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદીમાં પણ ધોડાપુરની સ્થિતિ સર્જાય. ડ્રોન કેમેરામાં કેદ હરણાવ નદીના આ ડરામણા દ્રશ્યો જુઓ. નદીકાંઠાની આસપાસના વિસ્તારોમાં હરણાવ નદીના પાણી ફરી વળ્યા.. રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચામાં હરણાવ નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.. તો દામાવાસ પાસે ભીમાક્ષી નદીના પાણી વહેતા જોવા મળ્યા..
વિજયનગરમાં પણ હરણાવ નદીના પાણીએ તારાજી સર્જી દીધી.. ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહેલા સતત વરસાદથી હરણાવ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય.. હરણાવ નદીના પાણીથ ચારેય તરફ તબાહી સર્જાય.. વિજયનગરના સરસવ ગામમાં નદીના પાણી ફરી વળ્યા.. મોડી રાતથી સરસવ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા.. સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો.. તો પીએચસી સેન્ટર, પ્રાથમિક શાળા અને કોલેજમાં પણ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત કફોડી બની.. રસ્તા પર બંન્ને સાઈડ અને ઘરોમાં પાણી ફરી વળ્યા.. વિજયનગરથી ખોખરા રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.. હરણાવ નદીના પાણી ઘુસી જતા સરપંચ સહિત ફસાયેલા નવ ગ્રામજનોનું પણ રેસ્ક્યુ કરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ અધિકારીઓ અને ધારાસભ્યની કામગીરી પર સવાલ ઉઠાવીને રોષ વ્યક્ત કર્યો..

















