બનાસકાંઠામાં પાલનપુર પણ ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો
રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બનાસકાંઠામાં પાલનપુર પણ ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં 42 થી 43 ડિગ્રી સુધીનું તાપમાન છે, જેને લઇને લોકો પરેશાન છે લોકો પાણીની પર અથવા ઠંડા પીણા નો આશરો લઇ રહ્યા છે જોકે ગરમીનો પારો ઊંચો જતાં જ પાલનપુરના રસ્તાઓ પણ સૂમસામ ભાસી રહ્યા છે. લોકો કામ વગર બહાર નીકળવાનું પસંદ નથી કરતા અને જે લોકો કામ અર્થે બહાર નીકળે છે તે શરીરની ચુસ્ત સુરક્ષા કરીને બહાર નીકળે છે. બહારગામથી કોર્ટ-કચેરીમાં અથવા તો કામ અર્થે આવતાં અરજદારો પણ બગીચામાં વિશ્રામ કરે છે ત્યારે જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે અને લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે ત્યારે એક અકેલા છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું.


















