Junagadh Heavy Rains: જૂનાગઢમાં ફરી ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પૂરની સ્થિતિ
જૂનાગઢના ગિરનાર પર્વતમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં જોવા મળી પુરની સ્થિતી. પાણીનો પ્રવાહ વધતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો. દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો. પ્રવાસીઓ અને ભાવિકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરે નિર્ણય કર્યો. જો કે અમાસ હોવાથી મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે દામોદર કુંડ પર પહોંચ્યા. જેમને રોકી દેવાયા. દામોદર કુંડમાં પાણીનો તેજ પ્રવાહ હોવાથી dyspએ લોકોને કુંડમાં સ્નાન ન કરવા જવા અપીલ કરી. સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.. જો કે વરસાદનું જોર ઘટતા પૂરના પાણી ઓસર્યા... દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ધીમો થતા પિતૃ તર્પણ કરવા આવેલા શ્રદ્ધાળુઓને અપાયો પ્રવેશ.. દામોદર કુંડ ખાતે પોલીસ, ફાયર વિભાગ અને SDRFની ટીમને તૈનાત કરાઈ..




















