Saurashtra | વિવિધ જિલ્લાઓમાં ખાબક્યો ભારે પવન સાથે વરસાદ, જુઓ સ્થિતિ
ગુજરાતના ઘણા ભાગોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આજ સવારથી જ દક્ષિણ ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ નોંધાયો છે, ત્યારે આજે સાંજે રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જામ કંડોરણા તાલુકાના દડવી, ચરેલ અને કાનાવડાળા ગામે વરસાદ પડ્યો હતો....જામ કંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પાયો હતો. તો ચરેલ ગામે અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ પડી જતાં, સિઝનના પ્રથમ વરસાદમા જ ગામ પાણી પાણી થઈ ગયું હતું. ભારે પવનના કારણે ચરેલ ગામે એક ઝાડ ધરાશાયી થયું હતું..આ સહિત જામકંડોરણાના અન્ય ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. ભારે બફારા પર વરસાદ ખાબકતા લોકોને ભારે રાહત મળી છે..




















