શોધખોળ કરો
Junagadh BJP Controversy : રાજેશ ચુડાસમાના કયા નિવેદનથી જૂનાગઢ ભાજપમાં થયો ભડકો
Junagadh BJP Controversy : રાજેશ ચુડાસમાના કયા નિવેદનથી જૂનાગઢ ભાજપમાં થયો ભડકો
જૂનાગઢ મનપાની ચૂંટણી માટે હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલી કબુલાતથી ભાજપમાં જ સોંપો પડ્યો. કેમ કે ગઈ ટર્મમાં ભાજપનું જ મહાનગરપાલિકામાં શાસન હતું અને તે દરમિયાનની કામગીરી અપેક્ષા મુજબ ન રહ્યાની સાંસદ રાજેશ ચુડાસમાએ નિખાલસ કબુલાત કરી. મહાનગરપાલિકામાં ભાજપના શાસનકાળ દરમિયાન નાગરિકોની અપેક્ષા મુજબ કદાચ કામગીરી ન થયાની કબુલાતની સાથે સાથે ચુડાસમાએ જૂની ભૂલો સુધારી લેવાની નાગરિકોને ખાતરી પણ આપી છે. કેમ કે મતદાનને હવે બે અઠવાડિયા જ બચ્યા છે અને તે સંજોગોમાં ચુડાસમાએ સહજ રીતે કરેલી આ કબુલાત જુનાગઢ શહેરની હાલતને ઉજાગર કરનારી છે. ગયા પાંચ વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા. હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય, જેમ કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જઈ અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢો.મનપાની ચૂંટણી પહેલા જ હવે જુનાગઢ ભાજપમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
ગુજરાત
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
આગળ જુઓ




















