Bharuch Fire Incident: ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCની કંપનીમાં ભીષણ આગ
ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં વહેલી સવારના સમયે ભીષણ આગ ભભૂકી.
ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં વહેલી સવારના સમયે ભીષણ આગ ભભૂકી. સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આગ લાગતા પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કંપનીમાં આગના પગલે નજીકમાં જ આવેલા સંજાલી ગામમાં લોકોના જીવ પડીકે બંધાયા હતાં. આગના પગલે ફાયરવિભાગના 10થી વધુ ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવ્યો. ફાયરબ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. હાલમાં ફાયર વિભાગ તરફથી આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.




















