P.T. Jadeja: પી.ટી.જાડેજા જેલભેગા | Abp Asmita | 05-7-2025
P.T. Jadeja: પી.ટી.જાડેજા જેલભેગા | Abp Asmita | 05-7-2025
ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પી.ટી જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. અમરનાથ મંદિરમાં આરતી ન કરવા મુદ્દે પી.ટી જાડેજાએ ધમકી આપી હતી. જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.
ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાએ થોડા સમય પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપી હતી. જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પી.ટી જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. જોકે, ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો.
















