Poonja Vansh : ઉના ચેકપોસ્ટ તોડકાંડ મુદ્દે પુંજા વંશના પ્રચંડ પ્રહાર, જુઓ સમગ્ર અહેવાલ
ગીર સોમનાથના ઉનાના દીવ નજીક આવેલી અહેમદ પુર માંડવી ચેક પોસ્ટ પર acb એ દરોડો પાડ્યા મામલે ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ દ્વારા સરકાર અને ગૃહ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. પૂજા વંશે કહ્યું કે તોડકાંડને એક મહિનો વિતવા છતાં મુખ્ય આરોપી પીઆઈ અને એએસઆઈ પકડાયા નથી. સામાન્ય માણસ પર ફરિયાદ થતા જ પોલીસ ઉઠાવી લે છે પણ આં બે પોલીસ કર્મી હજી પકડાયા નથી.ઉના પીઆઈ પર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ.મેં સરકાર માં રજુઆતો કરી છે અને ફરી સીએમ અને ગૃહ મંત્રી ને રજુઆતો કરવાનો છું. પૂજા વંશે કોઈ નું નામ લીધા વિના જ કહ્યું કે ઉના માં પીઆઈ એન કે ગોસ્વામી નું પોસ્ટિંગ એસપી કરતા ન હતા.પણ કોઈ રાજકીય દબાણ કે અન્ય ના દબાણ ના કારણે પોસ્ટીંગ કરાયું અને પોસ્ટીગ નાં પ્હેલાં દિવસ થી તોડ શરૂ કરી દીધી હતો..



















