Saurashtra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ.. સતત પાંચમા દિવસે ગીર સોમનાથના તાલાલા પંથકમાં વરસ્યો વરસાદ.. તાલાલા શહેર સહિત ધાવા, ચિત્રોડ, ખીંરધાર, બોરવાવ, રમરેચી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી..
રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા.. જેતપુરમાં સતત ચોથા દિવસે વરસ્યો વરસાદ.. તીનબત્તી ચોક, વડલી ચોક, અમરનગર રોડ, એમ.જી. રોડ, ફુલવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
તો ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત પાંચમા દિવસે વરસ્યો વરસાદ.. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો.. તો ગ્રામ્ય વિસ્તાર એવા મજેઠી, કુઢેચ, ગઢાળા, સેવંત્રા, કેરાળા, મોજીર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રસાદ વરસતા કપાસ, મગફળી, સોયાબીન, એરંડી સહિતના પાકને નુકસાનની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી છે. તલંગણા ગામમાં વરસ્યો ધોધમાર બે ઈંચથી વધુ વરસાદ.. ધોધમાર વરસાદથી સ્થાનિક નદી-નાળામાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય.. તો વરસાદને લીધે ખેડૂતોનો તૈયાર પાક પણ નિષ્ફળ જવાની સ્થિતિ ઉત્પન થઈ.
સવારથી યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં વરસી રહ્યો છે વરસાદ.. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.. વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા.. સતત વરસી રહેલા વરસાદથી આજે દશેરાના અનેક કાર્યક્રમો અને રાસોત્સવ યોજાશે કે કેમ તેને લઈને સવાલ છે..




















