GPSC drug inspector interview news :GPSCની ડ્રગ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રદ મુદ્દે સરદારધામની સ્પષ્ટતા
GPSC ની ડ્રગ્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રદ થવા મુદ્દે સરદારધામના માનદ સચિવ ટી.જી.ઝાલાવાડીયાએ આપી પ્રતિક્રિયા. ઝાલાવાડીયાએ કહ્યુ કે જીપીએસસી જેવી સ્ટેચ્યુટરી બોડીની પેનલમાં પસંદગી થઈ હોય તેવા વ્યક્તિએ સામેથી જાહેર કરવુ જોઈએ કે તે ભરતી બોર્ડની પેનલના સભ્ય છે.. સરદારધામ અથવા જીપીએસસીને યોગ્ય જાણકારી ન હોવાથી આ બનાવ બન્યો છે.. નિશૂલ્ક અથવા નજીવા દરે શિક્ષણ આપતી સામાજિક સંસ્થાઓની હવે જવાબદારી વધુ બને છે.. સરદારધામ પણ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખશે..
સામાજિક આગેવાન દિનેશ બાંભણીયાએ પરીક્ષા રદ કરવાના નિર્ણયને આવકાર્યો.. સાથે જ કહ્યું કે જ્યારે પણ GPSCના ધ્યાને આવ્યુ છે ત્યારે આ જ રીતે પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓન યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે.. હસમુખ પટેલ વિરૂદ્ધ થયેલા આરોપો વામણા સાબિત થયા છે..
હરિભાઈ ચૌધરીએ જે રીતે GPSC પરીક્ષા પર કરેલા આરોપો પર અલ્પેશ કથિરીયાએ પ્રતિક્રિયા આપી કે હરિભાઈએ વાત કરી તે તદ્દન પાયાવિહોણી.. GPSC અને હસમુખભાઈના નિર્ણયો હંમેશા સારા હોય છે.. આ એક ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરડાવવાનો પ્રયાસ છે..















