Gir Somnath News: મારામારીના ગુનામાં તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ.શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ સામે નશો કરી મારપીટ કરવાનો આરોપ. સોમવારે ક્રિકેટ રમવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખના પુત્ર અને અન્ય બાળકો વચ્ચે માથાકૂટ થઈ હતી. આરોપ છે કે, બાળકોના ઝઘડામાં શહેર ભાજપ પ્રમુખે બાળકોને બેટથી ફટકાર્યા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં શહેર ભાજપ પ્રમુખ દાદાગીરી કરતા જોવા મળ્યા..સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસે શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરી..
ગીર સોમનાથ જીલ્લામાં શહેર પ્રમુખ સુનિલ ગંગદેવની દાદાગીરી કરતો વીડિયો વાયરલ થતાં લોકો ગુસ્સે થયા છે. હજુ તાજેતરમાં જ સુનિલ ગંગદેવની શહેર પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. શહેર પ્રમુખે દારુ પી દાદાગીરી અને મારામારી પણ કરી હતી તેવો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.



















