MLA Bhaga Barad : તાલાલાના ધારાસભ્ય ભગા બારડનો વિરોધીઓને સણસણતો જવાબ
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ... વેરાવળના બાદલપરામાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વિરોધીઓ પર ખુબ જ વરસ્યા.. મંચ પરથી સ્પષ્ટ કહી દીધુ કે હું રાજનીતિ કરૂ છું, રાજકારણ નહીં.. પ્રજાને ક્યારેય ન છેતરી કે ન તો પ્રજાદ્રોહ કર્યાનો દાવો કરતા ભગવાન બારડે કહ્યું કે હું કામ મંજૂર કરાવુ તો કેટલાક લોકો કરવા દેતા નથી.. પરંતુ પ્રજા માટે હંમેશા કામ કરતા રહેવનો અને વિરોધીઓને ગમે તે કામ ન કરવાનો હુંકાર કરીને ભગવાન બારડે એ પણ સ્વીકાર્યુ કે લોકસભામાં મને જ્ઞાતિવાદ નડ્યો હતો.. તેમ છતા ચૂંટણી હારવી મંજૂર હોવાનું કહી ભગવાન બારડે સ્પષ્ટ કહ્યું કે પક્ષ સાથે રહીને સમાજવાદ ક્યારેય નહીં કરુ..

















