(Source: ECI/ABP News/ABP Majha)
Vav By Election Result 2024 : વાવ પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Vav By Election Result 2024 : વાવ પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Vav bypoll 2024: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સટ્ટાનું બજાર ગરમ થઈ રહ્યું છે. સટ્ટોડિયાઓના મતે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બંને પક્ષોને સમાન સંખ્યામાં મત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સટ્ટાબજારમાં મળતી માહિતી અનુસાર, માવજી પટેલના સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવાથી ભાજપના મતોમાં વિભાજન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ચૂંટણીનું પરિણામ અનપેક્ષિત રહી શકે છે. ભાભર સહિત ઉત્તર ગુજરાતના સટ્ટોડિયાઓ વાવની પેટાચૂંટણી પર નજર રાખીને બેઠા છે. તેઓ આ ચૂંટણીને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો લગાવી રહ્યા છે. બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મત ગણતરીનો મહત્વપૂર્ણ દિવસ આવી ગયો છે. આવતીકાલે 23 નવેમ્બરે 23 રાઉન્ડમાં મત ગણતરી યોજાશે, જેમાં વાવના નવા ધારાસભ્યનું નામ નક્કી થઈ જશે. 13 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં 70.54% મતદાન થયું હતું. પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે SRP, BSF અને પોલીસની કડક નિગરાની હેઠળ EVM મશીન રાખવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન ત્રિપાંખીયો રંગ જામ્યો હતો, જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જંગ ઉપસ્થિત થયો હતો. આ ચૂંટણીમાં જાતીય સમીકરણ મહત્વપૂર્ણ બની રહ્યું છે. તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, અને હવે આવતીકાલે પરિણામ જાહેર થશે, જે નક્કી કરશે કે કયો ઉમેદવાર વાવ વિધાનસભાની સીટ જીતશે.