Junagadh News : જૂનાગઢમાં પિતાએ બાઇક લેવા ઇનકાર કરતાં યુવકે કરી લીધો આપઘાત
Junagadh News : જૂનાગઢમાં પિતાએ બાઇક લેવા ઇનકાર કરતાં યુવકે કરી લીધો આપઘાત
પિતાએ બાઈક લેવાનો ઈન્કાર કરતા યુવકે કરી આત્મહત્યા જૂનાગઢ જિલ્લામાં.. ભેંસાણના ખંભાળીયા ગામમાં 28 વર્ષીય અજય સોલંકી નામના યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.. મૃતક અજય સોલંકીએ પિતા પાસે બાઈકની માગ કરી હતી.. જો કે પિતાએ બાઈક લેવાનો ઈન્કાર કરતા મૃતકને લાગી આવ્યુ હતુ.. આજે અજય સોલંકીએ ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ.. દિવાળીના એક દિવસ અગાઉ જ યુવકે આત્મહત્યા કરી લેતા પરિવારમાં પણ શોક ફેલાયો.. દિવાળી ટાણે જ યુવાન દીકરાના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થી ગયો છે. 28 વર્ષીય અજયે બાઇક લેવા જેવી સામાન્ય બાબતમાં આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
















