શોધખોળ કરો
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
મહેસાણાના કડીમાં ચાલુ કારમાં આગ લાગી હતી. કરણનગર રોડથી છત્રાલ હાઈવે પાસે ઘટના બની હતી. અચાનક કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કાર કરણનગર બાયપાસથી છત્રાલ હાઇવે પર આવેલી શેરા ચોકડી તરફ જઈ રહી હતી. અચાનક ચાલુ ગાડીમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. આગની જ્વાળાઓ દેખાતા જ સતર્ક કાર ચાલકે તુરંત જ બ્રેક મારીને ગાડી રસ્તાની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. ગાડી ઉભી રહેતાની સાથે જ ચાલક અને અંદર બેઠેલા અન્ય વ્યક્તિઓ સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા.
આગળ જુઓ






















