Mehsana Crime: મતદાનના એક દિવસ પહેલા મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ
મતદાનના એક દિવસ પહેલા મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ. મોડી રાત્રે વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવાર મહેંદ્ર ચૌધરીના ભાણાની હત્યાથી હડકંપ મચી ગયો. માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર મોડી રાત્રે મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરી પર ચારથી પાંચ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર અને લાકડી, પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ મિતેન ચૌધરીનું મોત થયું. જ્યારે ધીમંત ચૌધરીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. તો સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ચૌધરીના પતી પણ ઘાયલ થયા છે. ચૂંટણી વિવાદને લઈ હત્યા થઈ હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી..મતદાનના એક દિવસ અગાઉ હત્યાની ઘટનાથી મહેસાણા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.






















