Shaktisinh Gohil: 'ભાજપ લોકશાહીને કલંકિત કરી રહી છે..' શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ વડોદરા ભાજપ શહેર પ્રમુખ દ્વારા કરવામાં આવેલ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ત્યારે આ નિવેદનને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યું છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે વોટ મળ્યા હોય ત્યાં જ ગ્રાન્ટ વાપરવા અંગે કરેલા નિવેદનને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે લોકશાહી માટે કલંકરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, આવા નિવેદનો ગુજરાતમાં ક્યારેય કોઈ પક્ષે કે વ્યક્તિએ કર્યા નથી. ચૂંટાયા બાદ પ્રતિનિધિ પ્રજાનો હોય છે મત આપનારનો નહિ. ભાજપ લોકશાહીને કલંકિત કરે છે. આ પ્રકારનું નિવેદન લોકશાહીનું અપમાન છે. 26 બેઠક અને 5 લાખની લીડ ના આવી એટલે બોખલાહટમાં આવીને આવા નિવેદનો કરે છે.




















