Jammu and Kashmir Election | વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો | કોણે ધરી દીધું રાજીનામું?
Jammu and Kashmir Election | જમ્મુ-કશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા ચંદ્ર મોહન શર્માએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે રાજીનામું આપતાં આરોપ લગાવ્યો હતો કે, આ પાર્ટીને અમે આખી જુવાની આપી દીધી. સમયની કિંમત હોય છે. પાર્ટીને મારી યુવાનીનો સમય આપ્યો. સ્ટ્રગલના સમયે હું ફ્રંટ લાઈન પર રહ્યો. મારા પર કોઈ આંગળી નથી ચિંધી શકતું કે મેં કોઈ બેનિફિટ લીધો છે કે પછી મારા પરિવારે કોઈ લાભ લીધો છે. મારી ત્રીજી પેઢી છે, જે ભાજપ સાથે જોડાયેલી છે. અત્યારે હું જોઉ છું તો મને પહેલાની પાર્ટી દેખાતી નથી. ભાજપ માટે મેં મારી યુવાની સમર્પિત કરી દીધી. આમને શહીદો સાથે કોઈ લગાવ નથી. આ નવી પાર્ટી નવા રુલ્સ લાવવા માગે છે અને તેમનો કોઈ સિદ્ધાંત નથી.




















