શોધખોળ કરો
ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકમાંથી એકપણ બેઠક કોગ્રેસ નહીં જીતે, જાણો કારણ? જુઓ વીડિયો
રાજ્યની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં કૉંગ્રેસને ઝટકો મળવાનું નક્કી છે. રાજ્ય સભાની ખાલી પડેલી બંને બેઠકની પેટાચૂંટણી અલગ અલગ ગણાશે. અહમદ પટેલના નિધનથી 25 નવેંબરે તો અભય ભારદ્વાજથી 1 ડિસેંબરે બેઠક ખાલી પડી છે. અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર જે પણ જીતશે તેની મુદ્દત 18 ઓગસ્ટ 2023 સુધી રહેશે. અને ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી બેઠક પર જે પણ જીતશે તેની મુદ્દત 21 જુલાઈ 2026 સુધી રહેશે. જાહેરનામા અલગ અલગ પડશે એટલે અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક કૉંગ્રેસ ગુમાવશે.ઈલેક્શન કમિશન ઓફ ઈંડિયાએ જાહેર કરેલા આ પત્રથી ખુલાસો થયો છે.
આગળ જુઓ




















