Gujarat Politics : કોંગ્રેસનો આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, અનંત પટેલનો પલટવાર
Gujarat Politics : કોંગ્રેસનો આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, અનંત પટેલનો પલટવાર
આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું ક્યારેય સરકાર કામ નહીં કરે... આ નિવેદન આપ્યુ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલે... નવસારી કમલમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધને લઇને સી.આર પાટીલે સ્પષ્ટતા કરી કે... પાર-તાપી-નર્મદા લિંક યોજના પડતી મુકાઈ છે... આ પ્રોજેક્ટ કરવાની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી... કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ન હોવાના કારણે આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને આવા મુદ્દાઓ ઉછાળે છે...તો ધારાસભ્ય તુષાર ચૌધરીએ DPR મુદ્દે આપેલા નિવેદન પર પણ પાટીલે સ્પષ્ટતા કરી કે... સંસદમાં આવી યોજનાના DPR રજૂ કરાતા નથી...
કેંદ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવેદન પર અનંત પટેલનો પલટવાર. યોજના રદ થઈ હોય તો શ્વેત પત્ર લોકસભામાં રજૂ કરો. હવે આદિવીસ સમાજ તમારો નહી કરે વિશ્વાસ. યોજના સંપૂર્ણપણે બંધ થઈ હોય તો લેખિતમાં આપો. 14 તારીખે ધરમપુરમાં યોજાશે રેલી.
















