Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં પોતાના મંત્રાલય સાથે જોડાયેલા કાર્યો અને સવાલોના જવાબ આપ્યા હતાં. આ દરમિયાન ગડકરીએ રોડ અકસ્માતમાં થયેલી મોત પર રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેઓએ રોડ પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી માંડી ટોલ સેન્ટરોની સંખ્યાને લઈને પણ જવાબ આપ્યો હતો.
દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ-વે પર કર્યા પ્રશ્ન
હકીકતમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી) સાંસદ હનુમાન બેનીવાલે લોકસભામાં દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ-વેની ખામીઓ ગણાવી હતી. બેનીવાલે જણાવ્યું કે, અહીં 150થી વધારે લોકોના મોત થઈ ગયાં છે. ફક્ત દૌસામાં જ 50 થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. આ સાથે જ એક્સ્પ્રેસ-વે પર મૂકવામાં આવેલા કોન્ટ્રાક્ટર અને ઓફિસરો પર કાર્યવાહી અને તપાસ રિપોર્ટને લઈને કેન્દ્રીય મંત્રી પાસેથી જાણકારી માંગી હતી.
















