Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
સુરતના યોગ ગુરુ પ્રદીપ જોટાંગીયાના એક બાદ એક પત્તાઓ ખુલી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોતાને યોગ ગુરુ કહેતો અને લોકોની આયુર્વેદિક સારવારના નાટક કરતો આ નાલાયક માત્ર 12 ધોરણ ભણેલો છે. અને ભૂતકાળમાં રાજકોટમાં સત્યમ હેર સલૂન ચલાવતો હતો. વાળ કાપવાની કાતર મૂકીને લોકોના ખીસ્સા ચીરવાની અને શરીર ચીરવાની કાતર હાથમાં લઈ લીધી.. એની પાસે કોઈ જ ડિગ્રી નહોતી. અને દાવા કરતો હતો હૃદયના બ્લોકેજ દૂર કરી આપવાના અને કેન્સર ભગાવવાના. સત્યમ હેર સલૂન છોડીને સત્યમ યોગ ફાઉન્ડેશન શરુ કર્યુ.. સોફા પર બેસીને ફાઈલનો અભ્યાસ કરતો હોય, તેવા નાટક કરતો.. હવે એ તો એને જ ખબર કે દર્દીની કેન્સર કે અન્ય રોગોની ફાઈલમાં એ 12 પાસને શું ખબર પડતી હોય. પણ ગમે તેમ કરીને લોકોને બાટલીમાં ઉતારીને રુપિયા પડાવવામાં એક્કો હતો. એટલું જ નહી એ લોકોના શરીર સાથે કેવા ચેડા કરતો એ સાંભળો. આશ્રમની મહિલા સેવિકાઓ દર્દીના પેટમાં પાઈપ લગાવીને પાણી કાઢતી. ઠગ ગુરૂએ પોતાના આશ્રમમાં જ ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી.





















