Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવ
Surat Accident | સુરત : પર્વત પાટિયા વિસ્તારની ઘટના. જેને રામ રાખે તેને કોણ ચાખે તે હકીકત બની. રોયલ રેસિડેન્સીની ઘટના. કારચાલકે બે બાળકોને કચડ્યો. સદનસીબે બાળકનો બચાવ થયો. ઘટના સીસીટીવીમાં કેદ. માતા પિતા માટે લાલબત્તી કિસ્સો સમાન.
સીસીટીવીમાં જોઇ શકાય છે કે, કાર ચાલક કાર વળાંક લેવા જાય છે, પરંતુ આગળ બે બાળકો રમી રહ્યા હતા, તેમને અડફેટે લે છે. જોકે, કાર ચાલકને કંઇક અજુગતુ થયું હોવાનું લાગતા જ તરત કારમાંથી નીચે ઉતરીને નીચે જોવે છે. આ પછી બાળકને કાર નીચેથી બહાર કાઢે છે. કાર ચાલકે આ અંગે માતા-પિતાની માફી માંગી હતી. જોકે, આ સમગ્ર કિસ્સો લાલબત્તી સમાન છે. તેમજ કાર ચલાવતી વખતે લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી છે.
















