શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાં
સુરતમાં હવે મચ્છરોને શોધવા નવો કિમીયો મનપા અપનાવવામાં આવ્યો છે. મનપા મચ્છરો શોધવા ડ્રોનનો ઉપયોગ કરશે. વરસાદમાં મોટાભાગની બીમારી મચ્છરોના કારણે ફેલાય છે. આથી મચ્છરોથી ફેલાતી બીમારી અટકાવવા પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં ડ્રોનનો ઉપયોગ લોકોને પકડવા અથવા ફોટો લેવા ઉપરાંત મચ્છરો માટે પણ કરવામાં આવશે. ડ્રોન દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધી નાશ કરાશે. ખાસ કરીને એવી જગ્યાઓ જ્યાં માણસો માટે જવું મુશ્કેલ હોય ત્યાં ડ્રોન દ્વારા મચ્છરો શોધાશે. ધાબા, ખાડીઓ પર ડ્રોન ઉડાવીને સ્પોટ શોધશે. તેના બાદ ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને સ્પોટનો નાશ કરાશે. મચ્છરો શોધવા 50 લાખના ખર્ચે હાઈડેફિનેશન કેમેરા વસાવશે. તેમજ ડ્રોનના ઉપયોગમાં વપરાતા ડ્રોન સહિતનાં સાધનો પણ વસાવાશે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion