Surat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવો
સુરતમાં મહિલા PSIના એક નિવેદન પાટીદાર સમાજમાં જબરદસ્ત ચર્ચા વિષય બન્યું. પાટીદાર સમાજન એક કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના PSI ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજના યુવાનોને લઈને નિવેદન આપ્યુ.. પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે નિવેદન આપતા PSI ઉર્વિશા મેંદપરાએ કહ્યું કે પાટીદાર સમાજના યુવકો સૌથી વધુ દારૂના રવાડે ચડી રહ્યા છે. દારૂ પીને પકડાનારા યુવકોમાં 15 પૈકી 10 પાટીદાર સમાજના યુવકો હોય છે.. પછી ભલામણ પણ કરે છે કે તમે તો પટેલ છો. એટલુ જ નહીં.. કાર્યક્રમમાં PSI ઉર્વિશા મેંદપરાએ સમાજના યુવકો અનિષ્ટના રવાડે ચડતા સમાજની દીકરી તરીકે દુઃખ વ્યક્ત કર્યુ.. સાથે જ કહ્યું કે પાટીદાર સમાજના યુવકોમાં ગુનાહિત પ્રવૃતિઓનું પ્રમાણ વધી રહ્યું છે.. સાયબર ક્રાઈમના કેસોમાં 50 ટકા પાટીદાર સમાજના હોય છે.
















