Halol Rescue: હાલોલ વડોદરા રોડ પર ફસાયેલા 30 લોકોનું દોરડાની મદદથી કરાયું રેસ્ક્યૂ, જુઓ અહેવાલ
Halol Rescue: હાલોલ વડોદરા રોડ પર ફસાયેલા 30 લોકોનું દોરડાની મદદથી કરાયું રેસ્ક્યૂ, જુઓ અહેવાલ
પંચમહાલમાં હાલોલના વડોદર રોડ પર પાણીમાં ફસેયાલા 30થી વધુ કમદારોનું કરાયું રેસ્ક્યૂ......ગેસ પાઈપલાઈનનું કામ કરતા ફસાયા હતા કામદારો.. મળતી વિગતો પ્રમાણે, હાલોલના વડોદરા રોડ પર આવેલા સીએનજી પંપની બાજુમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. 30થી વધુ કામદારોનું હાલોલ ફાયર વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ.
સીએનજી પમ્પની બાજુમાં ખુલ્લા ખેતરમાં તંબુ લગાવીને રહેતા ગેસ પાઇપલાઇનનું કામ કરતા શ્રમિકો ફસાયા હતા . હાલોલમાં વરસેલા ભારે વરસાદમાં વડોદરા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા ફસાયા હતા શ્રમિકો . હાલોલ ફાયર વિભાગ દ્વારા ફસાયેલા મજૂરોનું દોરડા વડે કરાયું રેસ્ક્યુ. તમામ મજૂરોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.





















