શોધખોળ કરો
Vadodara: ટિકિટ ના મળતા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા ભાજપના આ મહિલા નેતા, જુઓ વીડિયો
વડોદરા મનપાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ઉમેદવારો જાહેર કરતાથી સાથે વિરોધ શરૂ થઇ ગયો છે. વોર્ડ નંબર 7 ના ભાજપના કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પાર્ટી કાર્યાલય પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. ટિકિટ ના મળતા ગીતાબેન જોરજોરથી રડવા લાગ્યા હતા. શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા હતા. જોકે ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.
આગળ જુઓ




















