Vadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થયો છે. યુવતીએ ભગવા વસ્ત્રો ઉતારી સાધુએ લગ્નનું નાટક કરી શારીરિક સંબંધો બાંધ્યાનો આરોપ લગાવ્યો છે.
જુનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જુનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોને કારણે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ હોવાનું બહાર આવ્યું છે. જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઇ કરી તેને છોડીને ચાલ્યા ગયા છે. તો યુવતીનો નંબર પણ ગોવિંદગીરીએ બ્લોક કરી દીધો હોવાની માહિતી મળી રહી છે. ખુદ યુવતીએ ઠગાઇ થઇ હોવાની સોશિયલ મીડિયા ૫૨ વીડિયો વાયરલ કરી જાણકારી આપી છે.















