શોધખોળ કરો
વડોદરામાં ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, જુઓ વીડિયો
વડોદરાના વાઘોડિયાના પીપળીયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠની ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળેથી ઝંપલાવી એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. શ્રૃતિ નિલેશભાઈ નાયક નામની યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી લીધી તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી. યુવતી મૂળ સુરતની છે અને કોલેજ શરૂ થવાની હોવાથી સોમવારે જ આવી હતી. મૃતક શ્રૃતિ હાલ ફિઝીયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે.
આગળ જુઓ




















