Gujarat Bridge Collaps Case: વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ
વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ. ટેન્કરને નીચે ઉતારવા માટે એર ટ્યુબ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ એર ટ્યુબ 40 ટન સુધીનો વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આવી બે એર ટ્યુબ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટેન્કર નીચે ઉતારવાની પ્રાથમિક કામગીરી હજુ આઠ કલાક ચાલશે. ટેન્કરને બલુનથી એરલિફ્ટ કરવાને બદલે બલુન કેપસુલથી ઉચું કરાશે. ટેન્કર નીચે બલુન કેપસુલ લગાવીને ટેન્કરને તુટેલા બ્રિજ પરથી હયાત બ્રિજના લેવલમાં લાવવામાં આવશે. બાદમાં બ્રિજના છેડા પરથી ટેન્કરને ખેંચવામાં આવશે. મરિન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ટેન્કર નીચે ઉતારવાની જવાબદારી સોંપવામાં આવી છે. હજુ ત્રણ દિવસ સુધી આ ઓપરેશન ચાલશે. કન્ટેનરને નીચે ઉતારવાના ઓપરેશનને લઈને 900 મીટર સુધીની તમામ હિલચાલ પર પ્રતિબંધ મુકવામાં આવશે એટલુ જ નહીં. બ્રિજના ખુણે કન્ટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવશે. જે કન્ટ્રોલરૂમ ડ્રોન ટેક્નોલોજીની મદદથી કાર્યરત રહેશે.. બલુન ટેક્નોલોજીનો ઉપયોગ કરી કન્ટેનર પર કેબલ અને નીચે પાણીમાંથી બલુનની મદદથી પ્રેસર અપાશે. મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે તાજેતરમાં જ કંડલામાં પણ એક મોટુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. હોંગકોંગ રજીસ્ટ્રેશન ધરાવતા ફુલદા નામના જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જેમાંથી મરિન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે આ જ બલુન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 400 ટન ઓઈલ રિકવર કર્યુ હતુ..




















