IPL Match 2025: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે BCCIએ IPL સ્થગિત કરવાનો લીધો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિને લઈને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પ્રિમિયર લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તાત્કાલિક અસરથી IPLની સિઝન સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ફરી ક્યારે શરુ કરવામાં આવશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી છે તેના કારણે BCCI મહત્વનો નિર્ણય લેશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે IPL એક સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે. બંને દેશો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ગોળીબાર ચાલી રહ્યો છે. ગુરુવારે ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી, ફક્ત દસ ઓવર રમાઈ હતી ત્યારે અચાનક ફ્લડલાઈટ બંધ થઈ ગઈ. શરૂઆતમાં એવું લાગતું હતું કે લાઇટમાં કોઈ ટેકનિકલ સમસ્યા છે, તેથી મેચ થોડીવારમાં શરૂ થશે, પરંતુ પછી ખબર પડી કે તે રદ કરવામાં આવી છે. આ પછી, શુક્રવારે તેના મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. હવે BCCI દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. જો કે, આઈપીએલ ફરી ક્યાકે શરુ થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.





















