કોચ કુંબલે સાથે ઝઘડો હોવાની વાત પર કેપ્ટન કોહલીએ કેવું આપ્યું રીએક્શન શું આપ્યો જવાબ
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કોચ અનિલ કુંબલે સાથેના વિવાદને લઇને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મૌન તોડ્યું હતું. ભારત પાકિસ્તાન મેચ અગાઉ કોહલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેણે કુંબલે સાથેના વિવાદ પર કહ્યું કે તેના અને હેડ કોચ અનિલ કુંબલે વચ્ચે સમસ્યા લોકોએ ઉભી કરી છે.
વિરાટે કહ્યું કે, 'અમારી વચ્ચે કોઇ પ્રકારની સમસ્યા નથી. લોકો તેને મુદ્દો બનાવી રહ્યાં છે' બે લોકોની રાય અલગ હોય છે તેમાં કઇ ખોટુ નથી. જો કોઇ વસ્તુની પ્રક્રિયા (ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી) શરૂ કરવામાં આવે છે તો લોકો અંદાજ લગાવવા લાગે છે. લોકો પોતાની મરજીથી લખવાનું શરૂ કરી દે છે બાદમાં તે ખોટા સાબિત થાય છે અને માફી પણ નથી માંગતા.
















