પૂર્વીય આફ્રિદી દેશમાં નાવડીઓ ડુબવાની દૂર્ઘટનાઓ સામાન્ય છે. અહીં ઘાટ પર હંમેશા ભીડભાડ વધારે રહે છે અને આ અસુરક્ષિત હોય છે. 1996માં એમવી બુકોલા ફેરી ડુબવાના ઘટનામાં 800થી વધુ લોકો માર્યા ગયા હતા.
2/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તંજાનિયા, કેન્યા અને યુગાન્ડામાંથી પસાર થનારા આફ્રિકાના સૌથી મોટા તળાવ વિક્ટોરિયા લેકના બે દ્વીપોની વચ્ચે આ દૂર્ઘટના ઘટી હતી.
3/5
ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમોએ આ દરમિયાન 37 લોકોને બચાવી લીધા, સ્થાનિક તંત્રએ તંજાનિયા ટેલિવીઝન ચેનલને જણાવ્યું કે, અંધારુ થવાના કારણે બચાવ કામગીરી રોકી દેવામાં આવી હતી. સવારે ફરીથી બચાવ કાર્ય શરૂ થઇ ગયુ છે.
4/5
સ્થાનિક મીડિયા અનુસાર, નાવડીમાં કેટલા લોકો સવાર હતા તેની માહિતી નથી મળી શકી, પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, નાવડીની ક્ષમતાથી વધારે લોકો સવાર હતા. કહેવાઇ રહ્યુ છે કે નાવડીમાં 400થી 500 લોકો સવાર હતા.
5/5
નવી દિલ્હીઃ આફ્રિકન દેશ તંજાનિયાના વિક્ટોરિયા લેકમાં નાવડી પલટી જવાથી ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.