શોધખોળ કરો
નેશનલ જીઓગ્રાફીના ફોટો દ્વારા જાણીતી થયેલ 'અફઘાન ગર્લ'ની PAKમાં થઈ ધરપકડ, જાણો શું છે કારણ
1/3

ઇસ્લામાબાદ: ૩૨ વર્ષ પહેલા નેશનલ જીઓગ્રાફીના ફોટાના કારણે અફઘાનિસ્તાનના યુધ્ધની મોનાલિસા અને અફઘાન ગર્લ તરીકે જાણીતી બનેલ શરાબત બીબીની ભ્રષ્ટ્રાચારના આરોપસર પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના સમાચારપત્ર ડોન અનુસાર બીબી પર આરોપ છે કે તેમણે નેશનલ આઇડેન્ટિટી કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં બનાવટ કરી છે અને તેની પાસે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ બન્ને દેશોનું નાગરિકત્વ છે.
2/3

પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ બીબીની પેશાવરમાંથી ધરપકડ કરી છે. ૧૯૮૫માં પેશાવરના એક રેફયુજી કેમ્પમાંથી નેશનલ જીઓગ્રાફીના ફોટોગ્રાફર સ્ટીવ મૈક્કરીએ બીબીનો ફોટો લીધો હતો. ત્યારબાદ તેના પર ડ્રોકયુમેન્ટી પણ બની હતી અને તે અફઘાન વોરની મોનાલિસા તરીકે ઓળખાવા લાગી હતી.
Published at : 27 Oct 2016 08:21 AM (IST)
View More





















