વાતચીત બાદ ઉત્તર કોરિયા તરફથી એક વીડિયો ફૂટેજમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સિંગાપુરમાં શિખર બેઠક દરમિયાન ઉત્તર કોરિયાના એક સૈન્ય જનરલની સલામીના જવાબમાં તેમને સલામ કરતાં બતાવવામાં આવ્યા હતા. આને લઇને ટ્રમ્પની નિંદા પણ થઇ હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું હતું કે, ટ્રમ્પ માત્ર 'સામાન્ય શિષ્ટાચાર' બતાવી રહ્યાં હતાં.
2/7
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનની સિંગાપુરના સેન્ટોસા દ્વીપના કેપેલા રિસોર્ટમાં 12 જૂને મુલાકાત થઇ હતી.
3/7
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની ઐતિહાસિક વાતચીતની સાઉથ કોરિયાને પણ પ્રસંશા કરી હતી અને સ્થાનિક મીડિયાએ તેને ‘સદીની વાર્તા’ ગણાવી હતી.
4/7
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સિંગાપુરમાં થયેલી મુલાકાત સક્સેસ ગણાવવામાં આવી હતી. કિમે ટ્રમ્પને પ્યોંગયાંગ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. સાથે કિમે અમેરિકાની યાત્રા કરવા પર પણ સહમતિ દર્શાવી હતી.
5/7
તેમને કહ્યું કે, ‘‘યુદ્ધાભ્યાસને રોકવાનો અનુરોધ વાતચીત દરમિયાન મે કર્યું હતું કેમકે તે ખુબ ખર્ચાળ હતા અને નેકનિયતથી ચાલી રહેલી વાતચીત દરમિયાન ખરાબ મિસાલ પ્રસ્તુત કરે છે, આ ખુબ ભડકાઉ પણ છે.’’
6/7
તેમને કહ્યું કે, આ રીતે યુદ્ધાભ્યાસ ભડકાઉ અને મોંઘા છે. ટ્રમ્પે એક પછી એક કરેલા ટ્વીટમાં કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની સાથે શિખર વાર્તા દરમિયાન મિલિટ્રી ડ્રિલ રોકરવાનો તેમનો વિચાર હતો.
7/7
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયાની સાથે જો વાતચીત નિષ્ફળ રહેશે તો સાઉથ કોરિયાની સાથે યુદ્ધાભ્યાસ-મિલિટ્રી ડ્રિલ તરતજ શરૂ કરી શકીએ છીએ. જોકે, તેમને કહ્યું કે મને આશા છે કે એવું કંઇ જ નહીં થાય. રિપોર્ટ અનુસાર, સાઉથ કોરિયાની સાથે સૈન્યા અભ્યાસ રોકવાના નિર્ણયને ટ્રમ્પે આમ કહીને બચાવ કર્યો છે.