આ પુસ્તક દ્વારા પૂર્વ પત્ની રેહમ ખાને ઇમરાન ખાન પર આરોપો લગાવ્યાં છે. ટીવી પત્રકાર રહી ચૂકેલી રેહમ ખાનનો 2015 માં ઇમરાન ખાન સાથે નિકાહ થયો હતો. પણ આ લગ્ન 10 મહિનાથી વધુ ના ટકી શક્યા. ઇમરાને અત્યારે ત્રીજા નિકાહ કરી લીધા છે.
3/6
તેને કહ્યું કે, 'આ પુસ્તક મારી જિંદગી વિશે છે, મારા સંઘર્ષ અને કઇ રીતે હું તેમાંથી બહાર આવી, મારુ પુસ્તક વાંચ્યા પછી ઘણબધી મહિલાઓને તેમાં પોતાની ઝલક દેખાશે. હું આશા અને પ્રાર્થના કરુ છે કે જે કંઇપણ મારી સાથે થયું, તે કોઇ બીજા સાથે ના થાય. આ પુસ્તક બતાવશે કે પોતાની જાતને જીવતી કઇ રીતે રાખવી. અસફળતાઓમાંથી કઇ રીતે બહાર આવવુ અને મારી ભૂલો શું હતું.'
4/6
રેહમે કહ્યું કે, 'પુસ્તક રિલીઝ પહેલા મને જીવથી મારી નાંખવાની ધમકી મળી, સાથે મને બદનામ કરવાની વાત પણ કહેવામાં આવી હતી. આ ખુબ ચિંતાવાળી વાત છે, પણ હું એક આશાવાદી છું. આ બધી વસ્તુઓ મને પાછળ હટવા માટે મજબૂર નથી કરી શકતી.'
5/6
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રેહમનું પુસ્તક રિલીઝ પહેલા જ રેહમ અને ઇમરાનના સંબંધોના કારણે ચર્ચામાં છે. વળી, અકરમ સહિત કેટલાક ક્રિકેટર્સ રેહમ ખાનને કાયદેસરની નોટિસ મોકલી ચૂક્યા છે. રેહમ ખાને કહ્યું કે પોતાના પુસ્તકના રિલીઝ પહેલા તેમને જીવથી મારી નાંખવાની ધમકી મળવાની વાત પણ કહી છે.
6/6
વોશિંગટનઃ પાકિસ્તાની ક્રિકેટર અને રાજનેતા બનેલા ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને પોતાનુ નવું પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ચેરમેનના પાંચ નાઝાયઝ બાળકો છે, જેમાં કેટલાક ભારતીય છે. રેહમની કિતાબ 'રેહમ ખાન' ગુરુવારે રિલીઝ થઇ છે.