લંડનઃ સ્કોટલેન્ડની એક મહિલાને થોડા સમય પહેલાં 1322 કરોડ રુપિયાની લોટરી જીતવાની સાથે પોતાના પતિને છોડીને એક બદમાશ ચોર સાથે લગ્ન કરી લીધા છે. પોતાના પૂર્વ પતિ સાથે 1322 કરોડ રૂપિયાની લોટરી જીતનાર મહિલાએ સ્કોટલેન્ડના ફિફેમાં એક ચોરીની ઘટનાના દોષિત વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે.
2/5
બીજી તરફ ગિલિયને કહ્યું કે, ચોરીની ઘટના છ વર્ષ જૂની છે,એટલે એને હંમેશા સજા આપવી યોગ્ય નથી. બે બાળકોની માતા ગિલિયને એમ પણ કહ્યું કે, હું મારા વરના અપરાધ અંગે શરુઆતથી જ જાણતી હતી, અને એટલે મારા માટે પરેશાનીનું કોઈ કારણ નથી.
3/5
46 વર્ષની ગિલિયન 37 વર્ષના બ્રિયન ડીન્સ સાથે લગ્ન કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ગિલિયનના પતિ બ્રિયન ડીન્સને ચોરીનો દોષી જણાવવામાં આવી રહ્યો છે. બ્રિયને 12 લાખની ચોરી માટે 6 મહિનાની જેલની સજા ભોગવી છે.
4/5
યૂરોપના વિખ્યાત અખબાર ‘ધ સન’ના અહેવાલ અનુસાર, બ્રિયન એક પ્રોપર્ટી રિનોવેટર માટે કામ કરે છે. એણે કહ્યું કે, ગિલિયન બફોર્ડને ડેટ કરવાના શરુઆતના દિવસોમાં જ મેં મારા અપરાધ વિશે સાચું કહી દીધું હતું.
5/5
યુરોપની પ્રસિદ્ધ ‘યૂરોમિલિયન લોટરી’માં કરોડો રૂપિયા જીત્યાના 15 મહિના બાદ જ ગિલિયન બફોર્ડ નામની મહિલાએ પતિ એડ્રિયનથી છૂટાછેડા લઈ લીધા. જે બાદ તેણે 12 લાખની ચોરી માટે 6 મહિના જેલની સજા ભોગવીને વેલા 37 વર્ષીય બ્રિયન ડીન્સ સાથે લગ્ન કરી લીધા.