વલણ જોતા એવું કહી શકાય કે પાકિસ્તાનની જનતાએ આતંકવાદી વિચારધારાને સંપૂર્ણ રીતે નકારી દીધી છે. આ જ કારણે હાફિઝ સઈને પણ મોટો ઝાટકો લાગ્યો છે જે ચૂંટણી દ્વારા પાકિસ્તાન પર રાજ કરવા માગતો હતો.
2/4
જણાવીએ કા હાફિઝ સઈદે પાકિસ્તાનની 265 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. વલણમાં એક પણ સીટ પર હાફિઝ સઈદનો ઉમેદવાર આગળ ચાલતો હોય તેવું નથી દેખાતું. હાફિઝે અલ્લાહ-ઓ-અકબર (એએટી) દ્વારા પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
3/4
સ્થિતિ એ છે કે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો એક પણ ઉમેદવાર જીતી નથી રહ્યો. ત્યાં સુધી કે હાફિઝ સઈદનો દીકરો હાફિઝ તલ્હા અને જમાઈ ખાલિદ વલીદ પણ હારી રહ્યા છે.
4/4
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે ટૂંક સમયમાં ખબર પડી જશે. બુધવારે થયેલ ચૂંટણી બાદથી જ મતગણતરી ચાલુ છે અને વલણમા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભીર રહી છે. સાથે જ આ ચૂંટણીમાં પાકિસ્તાનના લોકોએ આતંકવાદને નકારી દીધો છે.